ઝાલોદના મીરખેડી ગામમાં અને વિરમગામમાં મતદાન સમયે થઈ તોડફોડ અને મારામારી

Sunday, 28 Feb, 9.24 pm

અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. એક બે ઘટનાઓને બાદ કરતા રાજ્યમાં શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું છે. મતદાનના દિવસે નાની મોટી બોલાચાલી કે ઝગડા થવા સામાન્ય હોય છે. ત્યારે વિરમગામ અને ઝાલોદ તાલુકાના મીરખેડી ગામમાં મતદાન વખતે મારામારીના દ્રશ્યો દેખાયા હતા. ત્યારબાદ પોલીસને સ્થિતિ કાબુમાં લેવા માટે હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

મળતી માહિતી પ્રમાણે વિરમગામમાં મતદાન દરમિયાન બુથ બહાર મારામારીની ઘટના સામે આવી છે. વિરમગામની એમ.જે સ્કૂલ મતદાન મથકની બહાર ભાજપ અને અપક્ષના જૂથ વચ્ચે મારામારી સર્જાતા પોલીસની ટીમ ઘટનાસ્થળે ધસી ગઇ હતી.