ઈંસ્ટ્રાગ્રામ ઉપર યુવતીના મોબાઈલ નંબરની બાજુમાં કિંમત લખી નાખી બદનામ કરવાની ઘટના

Sunday, 28 Feb, 9.26 pm

અમદાવાદમાં મહિલાઓ કેટલી સલામત છે તે રોજબરોજના છાપામાં છપાતી છેડતી તેમજ દુષ્કર્મની ઘટનાને વાંચ્યા બાદ લોકોને ખ્યાલ આવશે કે મેટ્રોસિટી અમદાવાદમાં ગુનાખોરી કેટલી હદ સુધી વધતી જઈ રહી છે. રવિવારના દિવસ પૂરતી જ જો વાત કરવામાં આવે તો રવિવારે શહેરમાં ત્રણ જુદાજુદા છેડતીના બનાવો બન્યા હતા. વાડજ વિસ્તારમાં સૌ પ્રથમ મહિલાની જાહેરમાં એક યુવકે છેડતી કરી હતી. ત્યારબાદ 18 વર્ષીય યુવતીના ફોટા અને ભીબટ્સ વિડીયો કોઈ અજાણી વ્યક્તિએ યુવતીના મંગેતરને મોકલી દઈને યુવતીને બદનામ કરવાની કોશિશ કરી હતી. આ બંને બનાવોની ચર્ચા લોકોના મોઢે જ હતી અને ત્યાં શહેરમાં ત્રીજી સાયબર ક્રાઇમની ઘટના સામને આવી છે.

અમદાવાદમાં રહેતી 32 વર્ષીય પાયલ બેન ( નામ બદલેલ છે )નું જીવન બરબાદ કરવા માટે કોઈ અજાણી વ્યકતીએ તેમનો મોબાઈલ નંબર queen9468 નામના ઈંસ્ટ્રાગ્રામ એકાઉન્ટ ઉપર મૂકી દીધો હતો અને તેની બાજુમાં 40 રૂપિયાનો ભાવ લખીને મહિલાની છાપ ખોટી રીતે ચીતરીને તેમના જીવનમાં મુશ્કેલીઓ વધારવાની કોશિશ કરી હતી.