જાંબુડાના ચાપબાઈ માતાજી મંદિરે મોરના કેકારવ, ટહુકા બાદ થાય છે માતાજીની આરતી

Wednesday, 15 Jul, 2.39 pm

સવાર, સાંજ આરતી સમયે મંદિરની ટોચે બેસી જાય છે

જાંબુડા ગામના ગઢવી પરિવારના ચાપબાઈ માતાજીના મંદિરની ટોચ એટલે કે ધ્વજા ઉપર દરરોજ સવારે આરતીના સમયે અકે મોર આવીને બેસી જાય છે. અહી આશ્ર્ચર્યની વાત એ છે કે ગત વર્ષે એક મોરનું વીજળી પડવાથી મોત નિપજયા બાદ અન્ય એક મોરે તેનું સ્થાન લઈ લીધું અને એ મોર હાલમાં પણ એ જ રીતે ધ્વજા પર આવીને બેસી જાય છે.

જાંબુડા ગામે વર્ષો પહેલા નું શ્રી ચાપ બાઈ માતાજીનું મંદિર છે.માતાજી ગઢવી પરિવારના માતાજી તરીકે પૂજનીય છે. અને જાંબુડા ગામ પણ વર્ષો પહેલા નું જૂનું ગામ છે. આ મંદિરમાં છેલ્લા વીસેક વર્ષ થી માતાજીના મંદિર ની ધ્વજા ઉપર દરરોજ એક રાષ્ટ્રીય પક્ષી મોર માતાજીની સાંજ ના સમયે અને વહેલી સવારે માતાજી ની આરતી ના સમય થાય ત્યારે મોર નો કેકારવ ટહુકો કરવામાં આવે છે ત્યારે બાદ તરત જ માતાજીના મંદિર ના પૂજારી ધ્વારા માતાજીની આરતી કરવાની શરૂ થાય છે.